Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 306
ऋषिः - प्रस्कण्वः काण्वः
देवता - इन्द्रः
छन्दः - बृहती
स्वरः - मध्यमः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4
अ꣣यं꣢ वां꣣ म꣡धु꣢मत्तमः सु꣣तः꣢꣫ सोमो꣣ दि꣡वि꣢ष्टिषु । त꣡म꣢श्विना पिबतं ति꣣रो꣡अ꣢ह्न्यं ध꣣त्त꣡ꣳ रत्ना꣢꣯नि दा꣣शु꣡षे꣢ ॥३०६॥
स्वर सहित पद पाठअ꣣य꣢म् । वा꣣म् । म꣡धु꣢꣯मत्तमः । सु꣣तः꣢ । सो꣡मः꣢꣯ । दि꣡वि꣢꣯ष्टिषु । तं । अ꣣श्विना । पिबतम् । तिरो꣡अ꣢ह्न्यम् । ति꣣रः꣢ । अ꣣ह्न्यम् । धत्त꣢म् । र꣡त्ना꣢꣯नि । दा꣣शु꣡षे꣢ ॥३०६॥
स्वर रहित मन्त्र
अयं वां मधुमत्तमः सुतः सोमो दिविष्टिषु । तमश्विना पिबतं तिरोअह्न्यं धत्तꣳ रत्नानि दाशुषे ॥३०६॥
स्वर रहित पद पाठ
अयम् । वाम् । मधुमत्तमः । सुतः । सोमः । दिविष्टिषु । तं । अश्विना । पिबतम् । तिरोअह्न्यम् । तिरः । अह्न्यम् । धत्तम् । रत्नानि । दाशुषे ॥३०६॥
सामवेद - मन्त्र संख्या : 306
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अश्विना) હે પરમાત્માનો જ્ઞાન પ્રકાશ કરનાર અને આનંદરસ આપનાર ધર્મો ! (वाम्) તમારા માટે (दिविष्टिषु) દિવ્ય અમૃતલોક મોક્ષની કામના માટે અધ્યાત્મ પ્રસંગોમાં અથવા નિમિત્તોમાં (अयं मधुमत्तमः सोमः) એ અત્યંત મધુમાન-મધુરતાયુક્ત ઉપાસનારસ (सुतः) નિષ્પન્ન છે તૈયાર છે(तं तिरः अह्न्यं पिबतम्) તે નિરંતર પૂર્વ દિવસોથી ચાલ્યો આવતો અર્થાત્ દીર્ઘકાલથી પરિપક્વ અથવા સંપ્રતિ-અત્યારે આજે જ પ્રસિદ્ધ કરેલ નિર્દોષ નિર્મલ ઉપાસનાનું પાન કરો-સ્વીકાર કરો. (दाशुषे) ઉપાસનારસ દ્વારા તમને પ્રદાન સમર્પણ કરનાર-ઉપાસનાને માટે (रत्नानि धत्तम्) રમણીય-અધ્યાત્મસુખ સાધનોને
ધારણ કરાવો અથવા આપો. (૪)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્માની જ્ઞાન પ્રકાશ તથા આનંદરસ પ્રસારક શક્તિઓ ! તમારા માટે દિવ્ય અમૃતલોક મોક્ષની કામના માટે અધ્યાત્મ પ્રસંગો અથવા નિમિત્તોમાં એ અત્યંત મધુર-શ્રદ્ધાપૂર્ણ ઉપાસનારસ તૈયાર છે, તેને નિરંતર પૂર્વ દિવસોથી ચાલ્યો આવતો-દીર્ઘકાલથી પરિપકવ થયેલ અથવા આજે અત્યારે પ્રસિદ્ધ કરેલ નિર્દોષ, નિર્મળ અને સબળનું પાન કરો-સ્વીકાર કરો. પુનઃ ઉપાસનારસ પ્રદાન દ્વારા પોતાનું સમર્પણ કરનાર ઉપાસકને માટે રમણીય અધ્યાત્મસુખ સાધનોને ધારણ કરાવો , પ્રદાન કરો. (૪)
इस भाष्य को एडिट करें