Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 528
ऋषिः - वसिष्ठो मैत्रावरुणिः
देवता - पवमानः सोमः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - पावमानं काण्डम्
7
अ꣣भि꣡ त्रि꣢पृ꣣ष्ठं꣡ वृष꣢꣯णं वयो꣣धा꣡म꣢ङ्गो꣣षि꣡ण꣢मवावशन्त꣣ वा꣡णीः꣢ । व꣢ना꣣ व꣡सा꣢नो꣣ व꣡रु꣢णो꣣ न꣢꣫ सिन्धु꣣र्वि꣡ र꣢त्न꣣धा꣡ द꣢यते꣣ वा꣡र्या꣢णि ॥५२८॥
स्वर सहित पद पाठअ꣣भि꣢ । त्रि꣣पृष्ठ꣢म् । त्रि꣣ । पृष्ठ꣢म् । वृ꣡ष꣢꣯णम् । व꣣योधा꣢म् । व꣣यः । धा꣢म् । अ꣣ङ्गोषि꣡ण꣢म् । अ꣣वावशन्त । वा꣡णीः꣢꣯ । व꣡ना꣢꣯ । व꣡सा꣢꣯नः । व꣡रु꣢꣯णः । न । सि꣡न्धुः꣢꣯ । वि । र꣣त्नधाः꣢ । र꣣त्न । धाः꣢ । द꣣यते । वा꣡र्या꣢꣯णि ॥५२८॥
स्वर रहित मन्त्र
अभि त्रिपृष्ठं वृषणं वयोधामङ्गोषिणमवावशन्त वाणीः । वना वसानो वरुणो न सिन्धुर्वि रत्नधा दयते वार्याणि ॥५२८॥
स्वर रहित पद पाठ
अभि । त्रिपृष्ठम् । त्रि । पृष्ठम् । वृषणम् । वयोधाम् । वयः । धाम् । अङ्गोषिणम् । अवावशन्त । वाणीः । वना । वसानः । वरुणः । न । सिन्धुः । वि । रत्नधाः । रत्न । धाः । दयते । वार्याणि ॥५२८॥
सामवेद - मन्त्र संख्या : 528
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 6;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 6; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 5; खण्ड » 6;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (वाणीः) સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનારૂપ વાણીઓ (त्रिपृष्ठम्) ત્રણ પૃષ્ઠ સ્પર્શ સ્થાનોવાળા-વાણી, મન, આત્મા જેનો સ્પર્શ કરનાર છે. વાક્ ઇન્દ્રિયોથી સ્તુતિ, મનથી પ્રાર્થના, આત્માથી ઉપાસના કરવાથી તે ત્રિપૃષ્ઠ છે (वृषणम्) આનંદવર્ષક (वयोधाम्) અમૃત પ્રાણધારણ કરાવનાર (अङ्गोषिणाम्) પ્રત્યેક અંગોમાં વસનાર-નસ-નસવાસી સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્માને (अभि अवावशन्त) વારંવાર ચાહે છે (वना वसानः) જળને આચ્છાદિત કરેલ—ઘેરાવ કરેલ (वरुणः न सिन्धुः) સ્પંદનશીલ વરુણાલય-સમુદ્ર સમાન વરુણ (रत्नधा) રત્નો-રમણીય ભોગોનો દાતા સોમ-શાન્ત સ્વરૂપ પરમાત્મા (वार्याणि) વરણીય અમૃતધન ભોગોને (विदयते) ઉપાસકોને માટે વિશેષ રૂપથી પ્રદાન કરે છે. (૬)
भावार्थ -
ભાવાર્થ : સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના એ ત્રણેય ત્રણ પૃષ્ઠોવાળા-ત્રણ સ્પર્શ સ્થાનવાળા, જેના દ્વારા પરમાત્માનો સ્પર્શ કરી શકાય એવા વાક્ ઇન્દ્રિય, મન અને આત્મા છે, વાક્ ઇન્દ્રિયથી સ્તુતિ, મનથી પ્રાર્થના અને આત્માથી ઉપાસના થાય છે. તે વાક્ ઇન્દ્રિય, મન અને આત્મા ત્રણેય પરમાત્માનો સ્પર્શ કરનારા-આરાધના સ્થાનના આધાર છે, તેમ ત્રણ પૃષ્ઠ આધારવાળો આનંદવર્ષક તથા અમર જીવન ધારણ કરાવનાર અને પ્રત્યંગ અંગમાં-નસ-નસમાં વસનાર અન્તર્યામી સોમ-શાંત સ્વરૂપ પરમાત્માને એ સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના પુનઃ પુનઃ-વારંવાર ચાહે છે. તેથી તેની વારંવાર સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના કરવી જોઈએ, તે તો સ્પંદનશીલ સાગર જલોને આચ્છાદિત કરતા પોતાની અંદર સમાવેલા રત્નોને આપનાર છે, એવા પરમાત્મા દયા સાગર, દયા સ્નેહરૂપ જળથી પૂર્ણ-ભરેલ રમણીય ભોગોનો પ્રદાતા છે. (૬)
इस भाष्य को एडिट करें