Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 737
ऋषिः - विश्वामित्रो गाथिनः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम -
8
इ꣣द꣡ꣳ ह्यन्वोज꣢꣯सा सु꣣त꣡ꣳ रा꣢धानां पते । पि꣢बा꣣ त्वा꣢३स्य꣡ गि꣢र्वणः ॥७३७॥
स्वर सहित पद पाठइ꣣द꣢म् । हि । अ꣡नु꣢꣯ । ओ꣡ज꣢꣯सा । सु꣣त꣢म् । रा꣣धानाम् । पते । पि꣡ब꣢꣯ । तु । अ꣣स्य꣢ । गि꣣र्व꣡णः । गिः । वनः ॥७३७॥
स्वर रहित मन्त्र
इदꣳ ह्यन्वोजसा सुतꣳ राधानां पते । पिबा त्वा३स्य गिर्वणः ॥७३७॥
स्वर रहित पद पाठ
इदम् । हि । अनु । ओजसा । सुतम् । राधानाम् । पते । पिब । तु । अस्य । गिर्वणः । गिः । वनः ॥७३७॥
सामवेद - मन्त्र संख्या : 737
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 9; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 9; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 3; सूक्त » 1; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (गिर्वणः राधानां पते) હે સ્તુતિ વચનો દ્વારા વનનીય-સમ્માનીય, સેવનીય તથા અમારી સમસ્ત આરાધનાઓના પાલક-કોઈપણ આરાધનાને વ્યર્થ ન જવા દેનાર પરમાત્મન્ ! (अनु ओजसा हि सुतम् इदम्) અનુક્રમપૂર્વક-શ્રવણ, મનન કરીને પુનઃ નિદિધ્યાસન બળથી ઉપાસનારસને ઉત્પન્ન કરેલ છે. (अस्य तु पिब) એનું તું અવશ્ય પાન કર-એનો સ્વીકાર કર. (૧)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્માન્ ! તું ઉપાસકોની સમસ્ત આરાધનાઓનું પાલન સ્વાગત કરે છે, કોઈની પણ ઉપેક્ષા કરતો નથી, વ્યર્થ જવા દેતો નથી તથા સ્તુતિ દ્વારા સન્માનીય સેવનીય છે, અમે તારું સ્તુતિ દ્વારા જ સેવન કરી શકીએ છીએ, અન્ય ભૌતિક પદાર્થો તો તારા જ આપેલા છે, તેની તને શું ભેટ આપવી, તને તેની જરૂરત પણ નથી, તેથી જે અમે શ્રવણ, મનન અને ફરી નિદિધ્યાસન રૂપથી પૂર્ણ પ્રયત્નબળ દ્વારા ઉપાસનારસ સંપન્ન કરેલ છે, તેનું અવશ્ય પાન કર-સ્વીકાર કર, એવી પ્રાર્થના છે. (૧)