Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
7

अ꣢ग्न꣣ आ꣡ या꣢हि वी꣣त꣡ये꣢ गृणा꣣नो꣢ ह꣣व्य꣡दा꣢तये । नि꣡ होता꣢꣯ सत्सि ब꣣र्हि꣡षि꣢ ॥१॥

स्वर सहित पद पाठ

अ꣡ग्ने꣢꣯ । आ । या꣣हि । वीत꣡ये꣢ । गृ꣣णानः꣢ । ह꣣व्य꣡दा꣢तये । ह꣣व्य꣢ । दा꣣तये । नि꣢ । हो꣡ता꣢꣯ । स꣣त्सि । बर्हि꣡षि꣢ ॥१॥


स्वर रहित मन्त्र

अग्न आ याहि वीतये गृणानो हव्यदातये । नि होता सत्सि बर्हिषि ॥१॥


स्वर रहित पद पाठ

अग्ने । आ । याहि । वीतये । गृणानः । हव्यदातये । हव्य । दातये । नि । होता । सत्सि । बर्हिषि ॥१॥

सामवेद - मन्त्र संख्या : 1
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 1
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्ने) - હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તું (वीतये) - અમારી અંદર તારી વ્યાપ્તિ-પ્રાપ્તિને માટે તથા (हव्यदातये) - સ્વયંને તારી ભેટ આપવા માટે (गृणानः) - સ્તુતિ કરેલ આયાહિ - આવ - મારા તરફ ગતિ કર. (होता बर्हिषि नि सत्सि) - મારા અધ્યાત્મ યજ્ઞના હોતા-સંપાદન કરનાર ઋત્વિક બનેલ અધ્યાત્મ યજ્ઞના સદન-ઘર હૃદયાકાશમાં-હૃદય આસન પર વિરાજમાન થા. (૧)

भावार्थ -

ભાવાર્થ : પ્રિય પરમાત્મન્ ! તું સ્તુતિ કરેલ મારી તરફ આવ, મારો સ્વાર્થ છે. મારી અંદર સ્વયં જ્ઞાન-પ્રકાશ સ્વરૂપથી વ્યાપ્ત-પ્રાપ્ત બન, હે પરમાત્મન્ ! હું માત્ર મારા સ્વાર્થ માટે તો તને બોલાવી રહ્યો નથી, પરંતુ તારો પણ સ્વાર્થ છે - સ્વયં સમર્પણનો, તું ચેતન છો અને હું પણ ચેતન છું, જેથી ચેતનથી ચેતનને પ્રેમ હોય છે કારણકે ચેતનનો ચેતન સજાતીય હોય છે, તેથી ચેતનની સાથે ચેતનની આત્મીયતા રહેલી છે. હે પ્રભુ ! કૃપા કરીને મારા હૃદય ગૃહમાં આવ, વિરાજમાન થઈને મને પોતાનો બનાવીને મારું સમર્પણ સ્વીકાર કર. હું તને અર્પણ છું, સ્વીકાર કર, સમર્પિત છું, મને પોતાના સ્વરૂપથી પ્રભાવિત કર, જ્ઞાન-પ્રકાશથી પ્રતિભાસિત કર - ("आत्मनात्मानमभिसं विवेश'') (યજુર્વેદ : ૩૨.૧૧) સ્વ આત્માથી મારી તારા–પરમાત્મામાં મનથી પ્રવેશ કરવાની આકાંક્ષા પૂરી કર. (૧)

इस भाष्य को एडिट करें
Top