Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 2
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः
देवता - अग्निः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
त्व꣡म꣢ग्ने य꣣ज्ञा꣢ना꣣ꣳ हो꣢ता꣣ वि꣡श्वे꣢षाꣳ हि꣣तः꣢ । दे꣣वे꣢भि꣣र्मा꣡नु꣢षे꣣ ज꣡ने꣢ ॥२॥
स्वर सहित पद पाठत्व꣢म् । अ꣣ग्ने । यज्ञा꣡ना꣢म् । हो꣡ता꣢꣯ । वि꣡श्वे꣢꣯षाम् । हि꣣तः꣢ । दे꣣वे꣡भिः꣢ । मा꣡नु꣢꣯षे । ज꣡ने꣢꣯ ॥२॥
स्वर रहित मन्त्र
त्वमग्ने यज्ञानाꣳ होता विश्वेषाꣳ हितः । देवेभिर्मानुषे जने ॥२॥
स्वर रहित पद पाठ
त्वम् । अग्ने । यज्ञानाम् । होता । विश्वेषाम् । हितः । देवेभिः । मानुषे । जने ॥२॥
सामवेद - मन्त्र संख्या : 2
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) - હે જ્ઞાન - પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वं विश्वेषां यज्ञानां होता) - તું સમસ્ત યજ્ઞો યજનીય શ્રેષ્ઠ કર્મોનું સંપાદન કરનાર ઋત્વિજ (मानुषे जने देवेभिः हितः) - માનુષ જગતમાં - મનુષ્ય સમાજમાં વિદ્યમાન વિદ્વાનોએ માનેલ - સ્થાપિત કરેલ , તથા (मानुषे जने विश्वेषां - यज्ञानां होता देवेभिः) - મનુષ્ય સમાજમાં થનાર - પ્રચલિત કરનાર તથા મનુષ્ય સમાજને માટે કરવામાં આવતાં સમસ્ત શ્રેષ્ઠ કર્મોનું સંપાદન કરનારા ઋષિઓએ તને માનેલ , નિર્ધારિત કરેલ અને હિત - અહિત પોતાની અંદર આધાર બનાવેલ - સ્થાપના કરેલ છે . તેથી તું મારા અધ્યાત્મ યજ્ઞના હોતા - કરનારા બનીને મારી તરફ આવ , હૃદયમાં બિરાજમાન થા . (૨)
भावार्थ -
ભાવાર્થ : હે પરમાત્મન્ ! હું શું કહું ? તું માત્ર મારા અધ્યાત્મ યજ્ઞનો જ હોતા-સંપાદન કરનાર જ નથી , પરંતુ માનવ સમાજમાં જેટલા પણ યજ્ઞરૂપ ભાવનાયુક્ત (પરોપકારનાં) શ્રેષ્ઠ કર્મો છે , જેવાં કે ભુખ્યાને ભોજનદાન , પીડિતોની રક્ષા , રોગીઓને આરોગ્ય પ્રદાન , ગાયો આદિની રક્ષા , વિધાન , શિક્ષણ પ્રધાન અને યોગનું અનુષ્ઠાન વગેરે છે ; તે સર્વ તને લક્ષ્ય કરીને જ છે - તારી આજ્ઞાનું પાલન છે ; તારા આશીર્વાદની પ્રાપ્તિ માટે છે , તારા આશ્રયથી જ ચાલે છે અને ફળે - ફૂલે છે ; તેથી તું મારી તરફ આવ , મારા હૃદયરૂપી ગૃહમાં વિરાજમાન થા , જેથી હું મારા આ અધ્યાત્મ યજ્ઞને સફળ બનાવીને તારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકું , દિવ્યજીવન બનાવી શકું , તારા સંગથી અમૃત પ્રાપ્ત કરી શકું . (૨)
इस भाष्य को एडिट करें