Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 10
ऋषिः - वामदेवः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
5

अ꣢ग्ने꣣ वि꣡व꣢स्व꣣दा꣡ भ꣢रा꣣स्म꣡भ्य꣢मू꣣त꣡ये꣢ म꣣हे꣢ । दे꣣वो꣡ ह्यसि꣢꣯ नो दृ꣣शे꣢ ॥१०

स्वर सहित पद पाठ

अ꣡ग्ने꣢꣯ । वि꣡व꣢꣯स्वत् । वि । व꣣स्वत् । आ꣢ । भ꣣र । अस्म꣡भ्य꣢म् । ऊ꣣त꣡ये꣢ । म꣣हे꣢ । दे꣣वः꣢ । हि । अ꣡सि꣢꣯ । नः꣢ । दृशे꣢ ॥१०॥


स्वर रहित मन्त्र

अग्ने विवस्वदा भरास्मभ्यमूतये महे । देवो ह्यसि नो दृशे ॥१०


स्वर रहित पद पाठ

अग्ने । विवस्वत् । वि । वस्वत् । आ । भर । अस्मभ्यम् । ऊतये । महे । देवः । हि । असि । नः । दृशे ॥१०॥

सामवेद - मन्त्र संख्या : 10
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 10
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! તું (अस्मभ्यम्) અમારા માટે (महे - ऊतये) મહાન રક્ષા-અખંડ સુખ સંપત્તિ-મુક્તિને માટે (विवस्वत् आभर) અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા સાધ્ય તારા વિશેષ પ્રકાશમય વાસવાળા સ્વરૂપ સુધી લઈ જા-પ્રાપ્ત કરાવ. (दृशे) દર્શન કરવા-સાક્ષાત્ કરવા માટે નઃ(नः देवः ही असि) તું અમારો ઈષ્ટ દેવ છે. (૧૦)

भावार्थ -

ભાવાર્થ : હે પ્રભો ! અમારા માટે જે મહાન રક્ષા, અખંડ સુખ-સંપત્તિરૂપ મોક્ષ છે, તેની પ્રાપ્તિ માટે અભ્યાસ અને વૈરાગ્યના દ્વારા અથવા સગુણ અને નિર્ગુણ સ્તુતિ દ્વારા સિદ્ધ થનાર તારું વિશેષ પ્રકાશમય-દીપ્ત સ્વરૂપ છે તેને પ્રકાશિત કર-પ્રાપ્ત કરાવ, તે અમારા દર્શનને માટે-સાક્ષાત્ કરવા માટે છે. અમે તેના અર્થી = યાચક છીએ અને તું અમારો ઇષ્ટ દેવ છે. તો પછી અમે તે દર્શનથી કેમ વંચિત રહી શકીએ ?

અમે તેના સાધનરૂપ અભ્યાસ અને વૈરાગ્ય તથા સગુણ અને નિર્ગુણ સ્તુતિરૂપ તીવ્ર સંવેગથી કરી રહ્યા છીએ, જેથી અવશ્ય તારા દર્શન કરીશું; કારણકે અમે મનુષ્ય છીએ, મનનશીલ છીએ, તારા દર્શન માટે ઉત્સુક છીએ. પશુ માત્ર સંસારને જુએ છે, મનન કરતા નથી, તેની દૃષ્ટિ સ્થૂલ છે, તેમાં મનન કરવાની દૃષ્ટિ નથી. અમારી દૃષ્ટિમાં મનન છે, જો મનન ન હોય તો અમે પણ તારા દર્શન વિના પશુ સમાન બની જઈએ. સંસારમાં માનવ રૂપમાં આવ્યો, પરંતુ તારાં દર્શન વિના ખાલી હાથે પાછો ફર્યો તો માનવ જીવનનો શો લાભ ? (એળે ગયો અવતાર !) (૧૦)

इस भाष्य को एडिट करें
Top