Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 1019
ऋषिः - मन्युर्वासिष्ठः देवता - पवमानः सोमः छन्दः - त्रिष्टुप् स्वरः - धैवतः काण्ड नाम -
8

इ꣡न्दु꣢र्वा꣣जी꣡ प꣢वते꣣ गो꣡न्यो꣢घा꣣ इ꣢न्द्रे꣣ सो꣢मः꣣ स꣢ह꣣ इ꣢न्व꣣न्म꣡दा꣢य । ह꣢न्ति꣣ र꣢क्षो꣣ बा꣡ध꣢ते꣣ प꣡र्यरा꣢꣯तिं꣣ व꣡रि꣢वस्कृ꣣ण्व꣢न्वृ꣣ज꣡न꣢स्य꣣ रा꣡जा꣢ ॥१०१९॥

स्वर सहित पद पाठ

इ꣡न्दुः꣢꣯ । वा꣣जी꣢ । प꣣वते । गो꣡न्यो꣢꣯घाः । गो । न्यो꣣घाः । इ꣡न्द्रे꣢꣯ । सो꣡मः꣢꣯ । स꣡हः꣢꣯ । इ꣡न्व꣢꣯न् । म꣡दा꣢꣯य । ह꣡न्ति꣢꣯ । र꣡क्षः꣢꣯ । बा꣡ध꣢꣯ते । प꣡रि꣢꣯ । अ꣡रा꣢꣯तिम् । अ । रा꣣तिम् । व꣡रि꣢꣯वः । कृ꣣ण्व꣢न् । वृ꣣ज꣡न꣢स्य । रा꣡जा꣢꣯ ॥१०१९॥


स्वर रहित मन्त्र

इन्दुर्वाजी पवते गोन्योघा इन्द्रे सोमः सह इन्वन्मदाय । हन्ति रक्षो बाधते पर्यरातिं वरिवस्कृण्वन्वृजनस्य राजा ॥१०१९॥


स्वर रहित पद पाठ

इन्दुः । वाजी । पवते । गोन्योघाः । गो । न्योघाः । इन्द्रे । सोमः । सहः । इन्वन् । मदाय । हन्ति । रक्षः । बाधते । परि । अरातिम् । अ । रातिम् । वरिवः । कृण्वन् । वृजनस्य । राजा ॥१०१९॥

सामवेद - मन्त्र संख्या : 1019
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 20; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 6; खण्ड » 6; सूक्त » 5; मन्त्र » 1
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (वृजनस्य राजा) બળ-બળવાનોનો સ્વામી અથવા બળવાનોમાં રાજમાન-પ્રસિદ્ધ (वाजी) વાજવાન-અમૃત અન્નભોગ પ્રદાતા (इन्दुः) રસવાન (सोमः) શાન્ત પરમાત્મા (इन्द्रे) ઉપાસક આત્માને માટે (मदाय) હર્ષ-આનંદ પ્રાપ્તિને માટે (सः इन्वन्) આત્મબળ પ્રેરિત કરતાં (गोन्योधाः) સ્તુતિઓ નિર્ધારીત કરી પ્રવાહ વહાવ (વહેણ) જેનો છે તે એવો (पवते) આનંદધારામાં પ્રાપ્ત થાય છે. (वरिवः कृण्वन्) શ્રેષ્ઠ રૂપધન-સ્વરૂપ દર્શન મોક્ષૈશ્વર્ય પ્રસાદને પ્રદાન કરવા માટે (रक्षः हन्ति) જેથી રક્ષા કરવી જોઈએ એવા ક્રોધનો નાશ કરે છે (अरातिं परिबाधते) ન આપનાર પરન્તુ તેથી વિપરીત લેનાર આત્મ તેજબળનું શોષણ કરનાર મોહ, શોકનો તિરસ્કાર કરીને દૂર કરે છે. (૮)

 

भावार्थ -

ભાવાર્થ : સર્વ પ્રકારના બળોનાં સ્વામી, રસવાન, શાન્ત સ્વરૂપ પરમાત્મા પોતાના ઉપાસકને માટે, આનંદ પ્રાપ્ત કરાવવા માટે તેમાં આત્મસાત્ કરવાને સહનશક્તિ-આત્મબળને પ્રેરિત કરતાં સ્તુતિઓને લક્ષ્ય કરીને પોતાના આનંદ પ્રવાહને વહાવનાર આનંદધારામાં પ્રાપ્ત થાય છે; અને વર-શ્રેષ્ઠ રૂપમાં સ્વરૂપ દર્શન મોક્ષૈશ્વર્ય આત્મપ્રસાદને પ્રદાન કરે છે, કામ, ક્રોધ આદિનો નાશ કરીને જીવનને શોષનારા દોષોને દૂર કરે છે. (૮)
 

इस भाष्य को एडिट करें
Top