Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 12
ऋषिः - वामदेवो गौतमः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
6

दू꣣तं꣡ वो꣢ वि꣣श्व꣡वे꣢दसꣳ हव्य꣣वा꣢ह꣣म꣡म꣢र्त्यम् । य꣡जि꣢ष्ठमृञ्जसे गि꣣रा꣢ ॥१२॥

स्वर सहित पद पाठ

दू꣣त꣢म् । वः꣣ । विश्व꣡वे꣢दसम् । वि꣣श्व꣢ । वे꣣दसम् । हव्यवा꣡ह꣢म् । ह꣣व्य । वा꣡ह꣢꣯म् । अ꣡म꣢꣯र्त्यम् । अ । म꣣र्त्यम् । य꣡जि꣢꣯ष्ठम् । ऋ꣣ञ्जसे । गिरा꣢ ॥१२॥


स्वर रहित मन्त्र

दूतं वो विश्ववेदसꣳ हव्यवाहममर्त्यम् । यजिष्ठमृञ्जसे गिरा ॥१२॥


स्वर रहित पद पाठ

दूतम् । वः । विश्ववेदसम् । विश्व । वेदसम् । हव्यवाहम् । हव्य । वाहम् । अमर्त्यम् । अ । मर्त्यम् । यजिष्ठम् । ऋञ्जसे । गिरा ॥१२॥

सामवेद - मन्त्र संख्या : 12
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 2
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (दूतम्) સ્વયં દિવ્યગુણોના સંદેશ વાહક, પ્રેરક (विश्ववेदसम्) સમસ્ત ઐશ્વર્યવાન, (हव्यवाहम्) મારા હાવભાવ પૂર્ણ આત્મ હવિને મોક્ષધામની પ્રાપ્તિ માટે સ્વીકાર કરનાર, (अमर्त्यम्) મરણધર્મા-મનુષ્ય સમાન જન્મ-મરણ, અજ્ઞાન આદિ ગુણોથી રહિત, (यजिष्ठम्) મારા અધ્યાત્મ યજ્ઞના મહાન સંપાદક (वः) તને-જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્માને (गिरा) સ્તુતિરૂપ વાણીથી (ऋञ्जसे) પ્રસાધિત - આરાધિત કરું છું- અનુકૂળ બનાવું છું. મારી અંદર સારી રીતે સ્થાપિત કરું છું. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : હે મારા અધ્યાત્મ યજ્ઞના મહાન સંપાદક પરમાત્મન્ ! તું તારા ગુણોનો સંદેશ આપનાર, મારી અંદર દિવ્ય ગુણોને પ્રેરિત કરનાર, અગ્રણી અને અમર્ત્ય - અમર ધર્મયુક્ત છો; હું તો મર્ત્ય છુંમરણ ધર્મા છું કારણકે (यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः । अथ मर्त्यो अमृतो भवत्यत्र ब्रह्म समश्नुते - કઠો. ૨-૬-૧૫) કામ ભોગોને વશ મનુષ્ય મરેલ રહે છે, કામનાઓની પૂર્તિ ન થતાં મનુષ્ય ‘હું મરી ગયો’ કહે છે, અધિક ભોગનુ સેવન કરવાથી ‘હું મરી ગયો, કામ્ય વસ્તુઓનો નાશ થાય તો ‘હું મરી ગયો’ કહે છે અને તેનો નાશ થતાંની સાથે હાય ! હું મરી ગયો- પોતાનો નાશ થયેલ માને છે. તેથી હે પરમાત્મન્ ! હું તને સ્તુતિ દ્વારા અંદર પ્રસિદ્ધ કરું છું - સાક્ષાત્ કરું છું. (૨)

इस भाष्य को एडिट करें
Top