Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 1590
ऋषिः - अनानतः पारुच्छेपिः
देवता - पवमानः सोमः
छन्दः - अत्यष्टिः
स्वरः - गान्धारः
काण्ड नाम -
7
अ꣣या꣢ रु꣣चा꣡ हरि꣢꣯ण्या पुना꣣नो꣢꣫ विश्वा꣣ द्वे꣡षा꣢ꣳसि तरति स꣣यु꣡ग्व꣢भिः꣣ सू꣢रो꣣ न꣢ स꣣यु꣡ग्व꣢भिः । धा꣡रा꣢ पृ꣣ष्ठ꣡स्य꣢ रोचते पुना꣣नो꣡ अ꣢रु꣣षो꣡ हरिः꣢꣯ । वि꣢श्वा꣣ य꣢द्रू꣣पा꣡ प꣢रि꣣या꣡स्यृक्व꣢꣯भिः स꣣प्ता꣡स्ये꣢भि꣣रृ꣡क्व꣢भिः ॥१५९०॥
स्वर सहित पद पाठअ꣣या꣢ । रु꣣चा꣢ । ह꣡रि꣢꣯ण्या । पु꣣नानः꣢ । वि꣡श्वा꣢꣯ । द्वे꣡षा꣢꣯ꣳसि । त꣣रति । सयु꣡ग्व꣢भिः । स꣣ । यु꣡ग्व꣢꣯भिः । सू꣡रः꣢꣯ । न । स꣣यु꣡ग्व꣢भिः । स꣣ । यु꣡ग्व꣢꣯भिः । धा꣡रा꣢꣯ । पृ꣣ष्ठ꣡स्य꣢ । रो꣣चते । पुनानः꣢ । अ꣣रुषः꣢ । ह꣡रिः꣢꣯ । वि꣡श्वा꣢꣯ । यत् । रू꣣पा꣢ । प꣣रि꣡यासि꣢ । प꣣रि । या꣡सि꣢꣯ । ऋ꣡क्व꣢꣯भिः । स꣣प्ता꣡स्ये꣢भिः । स꣣प्त꣢ । आ꣣स्येभिः । ऋ꣡क्व꣢꣯भिः ॥१५९०॥
स्वर रहित मन्त्र
अया रुचा हरिण्या पुनानो विश्वा द्वेषाꣳसि तरति सयुग्वभिः सूरो न सयुग्वभिः । धारा पृष्ठस्य रोचते पुनानो अरुषो हरिः । विश्वा यद्रूपा परियास्यृक्वभिः सप्तास्येभिरृक्वभिः ॥१५९०॥
स्वर रहित पद पाठ
अया । रुचा । हरिण्या । पुनानः । विश्वा । द्वेषाꣳसि । तरति । सयुग्वभिः । स । युग्वभिः । सूरः । न । सयुग्वभिः । स । युग्वभिः । धारा । पृष्ठस्य । रोचते । पुनानः । अरुषः । हरिः । विश्वा । यत् । रूपा । परियासि । परि । यासि । ऋक्वभिः । सप्तास्येभिः । सप्त । आस्येभिः । ऋक्वभिः ॥१५९०॥
सामवेद - मन्त्र संख्या : 1590
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 3; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 16; खण्ड » 2; सूक्त » 5; मन्त्र » 1
Acknowledgment
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 7; अर्ध-प्रपाठक » 3; दशतिः » ; सूक्त » 10; मन्त्र » 1
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 16; खण्ड » 2; सूक्त » 5; मन्त्र » 1
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अया रुचा) એ રુચિર, (हरिण्या) આહરણ કરનારી-હૃદયમાં લાવનારી સ્તુતિ દ્વારા (पुनानः) આનંદધારામાં પ્રાપ્ત થતા પરમાત્મા (विश्वा द्वेषांसि) ઉપાસકની સંપૂર્ણ દ્વેષ ભાવનાઓને (सयुग्भिः) સાથે યુક્ત શક્તિઓથી (तरति) તરી જાય છે-નાશ કરે છે. (सुरः न सयुग्भिः) જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સંસારથી અંધકારને દૂર કરે છે-નષ્ટ કરે છે. (पृष्ठस्य धारा रोचते) ત્યારે પરમાત્માથી સ્પૃષ્ટ-સ્પર્શ-સંપર્કને પ્રાપ્ત થયેલ હૃદયસ્થ ઉપાસકના આત્માની ચેતનાશક્તિ પ્રકાશમાન બની જાય છે (अरुषः हरिः) પ્રકાશમાન દુઃખનું અપહરણ કરનાર પરમાત્મા (यत् विश्वा रूपा ऋक्वभिः) જે સ્તુતિઓ વડે ઉપાસકના આત્માના સર્વ રૂપો-રુચિઓને અથવા નિરૂપણીય ભાવનાઓ, આશાઓ, કામનાઓને (परियासि) પરિપ્રાપ્ત થાય છે-પરિપૂર્ણ કરે છે. (सप्तास्येभिः ऋक्वभिः) જેમ જ્યોતિઓવાળા સાત મુખ, જિલ્લા જ્વાળારૂપ કિરણોથી સર્વ વસ્તુઓને પરિપ્રાપ્ત કરે છે. (૭)
भावार्थ -
ભાવાર્ય : હૃદયમાં લઈ જનારી સ્તુતિથી આનંદધારામાં પ્રાપ્ત થતા પરમાત્મા ઉપાસકની સમસ્ત દ્વેષ ભાવનાઓને પોતાની વ્યાપિની દિવ્ય શક્તિઓથી નષ્ટ કરી નાખે છે, જેમ સૂર્ય પોતાના કિરણોથી સંસારના અંધકારનો નાશ કરી નાખે છે. પરમાત્માના સંપર્ક સમાગમને પ્રાપ્ત થયેલ ઉપાસક આત્માની ચેતન શક્તિ પ્રકાશમાન બની જાય છે. જેમ સૂર્ય પોતાના કિરણો દ્વારા સર્વ વસ્તુઓને સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે; તેમ પ્રકાશમાન પરમાત્મા દુઃખાપહરણકર્તા અને સુખ આહરણકર્તા સ્તુતિઓ દ્વારા ઉપાસકનું રુચિકર ભાવનાઓ, કામનાઓ અને આશાઓને પરિ-સમગ્રરૂપથી પ્રાપ્ત થાય છે. (૭)